નરસૈયો ને દત બીરાજે જ્યા ગિરનારી જાળી છે ડુંગરા ખુંદે ડાલામથા એની ડણકુ કાઠીયાવાડી છે
પરબ સતાધાર વિરપુર પાળીયાદ ને બગદાણે હરીહર નો જે સાદ કરે એ રોટલો કાઠીયાવાડી છે
સંત સુરા અને દાતારો વળી સુદામાને કેમ ભુલાય મરી જવુ પણ માગવુ નહી એ ટેક કાઠીયાવાડી છે
ન ખાવાનુ ખાવા માગ્યું હતુ એ મહેમાન મહા ભારાડી છે ખાંડણીયે ખંડાણો એનો બાપ કાઠીયાવાડી છે
ખાંભીએ ખાંભીએ સીંદુરીયો એ રંગ કાઠીયાવાડી છે રા રાખીને દીધો દીકરો એ જંગ કાઠીયાવાડી છે
અહીંસા તણી આંધી ફુકી પણ સુરજ નહોતો આથમતો લાકડી લઇને તોપુ તગેડી એ ગાંધી કાઠીયાવાડી છે
ધર્મ ની ખરી હતી એ દીશા જેમણે ઉઘાડી છે વીશ્વ તણા વિરાટ 'મોરારીબાપુ' કાઠીયાવાડી છે
ગોકુળીયામા ગમ્યુ નહી મથુરા મુકીને ભાગ્યો હતો રણ રણ જઇને રણછોડ થયો એ ક્રિષ્ન કાઠીયાવાડી છે