LexicVerse
Prabhati

હે ઊગિયા સૂરજ ભાણ

✍Ishar Barot🎤નારાયણ સ્વામી
♡ Save
હે ઊગિયા સૂરજ ભાણ‚ નવે ખંડમાં હુવા જાણ‚
ગત રે ગંગા મળીને નિત કરે પરણાંમ રામ…
ઊગિયા સૂરજ ભાણ‚ નવે ખંડમાં હૂવા જાણ
ગત રે ગંગાજી મળીને નિત કરે પરણાંમ રામ
ગતમાં રે હે ગંગાજી નીકળ્યાં બોલે સંતો રામ રામ…
હે જી કુંવારી કપડાં ધૂવે‚ કુછડ નર કેટલું જુવે
અધરમના નર ચાલતા નર‚ ઓધાર્યા નહીં કોઈ રામ…
હે જી ગાયું હુંદા ગાળા છૂટયા‚ બ્રહ્મા વાંચે વેદ રામ
વેદીયા સહુ વેદ ભૂલ્યા‚ ભજો ને તમે રામ રામ…
હે જી દિયે છે કોડીનાં દાન‚ સંભળાવે મેરૂ સમાન
ઊંચા પાંય ઊંચેરૂં જોવે હજી કેમ નાવ્યા વેમાન…
માયાં નો મોટેરો મોહ‚ કરમનો શું દેવો દોશ ?
ઈસર બારોટ એમ બોલ્યા‚ જનની ઉપર શિયો રોશ ?…
હે  ઊગિયા સૂરજ ભાણ… (પ્રભાતી) ઈસર બારોટ