# માડી તારો વીંઝણો
મા... મા... મા...
એ મા... મા...
કે શેનો ગૂંથ્યો વીંઝણો,
અનુપમ વીંઝણો?
માડી, તારા વીંઝણ લે
ઘૂમે છે બ્રહ્માંડ ચૌદ રે,
માતાજી તારો વીંઝણો.
માડી, શેનો રે
ગૂંથ્યો રે આવો રૂડો વીંઝણો?
કે માડી, તે તો શેનો રે
ગૂંથ્યો રે આવો રૂડો વીંઝણો?
---
કે માડી, તારા વીંઝણ લે
ત્રણે ગુણ જોને રમી રહ્યા માં,
ત્રણે ગુણ જોને રમી રહ્યા રે.
માડી, એમાં ભરત
ચિતરે છે બહુ રંગ રે,
માતાજી તારો વીંઝણો.
મા, તે તો શેનો રે
ગૂંથ્યો રે આવો રૂડો વીંઝણો.
---
કે માડી, તારા વીંઝણ લે
બ્રહ્માંડ એક જોને ભમી રહ્યો માં,
બ્રહ્માંડ એક જોને ભમી રહ્યો.
એ માડી, એ તો
કરે છે સૃષ્ટિના રૂડા કાજ રે,
જગદંબા તારો વીંઝણો.
વીંઝણો... વીંઝણો...
માડી તારો વીંઝણો.
---
કે માડી, તારા વીંઝણ લે
ચાંદો સુરજ ટાંકીયા.
એ માડી, એમાં
ઝળકે નક્ષત્ર મોતીડાની માળા રે,
જગદંબા તારો વીંઝણો.
માતાજી તારો વીંઝણો,
મા, તે તો શેનો રે
ગૂંથ્યો રે આવો રૂડો વીંઝણો.
---
કે માડી, તારા વીંઝણ લે
ગગન સાગર ગાજતા,
મેઘરાજા મૂષળધાર રે,
જગદંબા તારો વીંઝણો.
કે મા, તે તો શેનો રે
ગૂંથ્યો રે આવો રૂડો વીંઝણો.
મા, તે તો
તારો કેવો રે
અનુપમ માં વીંઝણો!
---
## માયા કેરો વીંઝણો
મા... મા... મા...
મા... મા... મા...
કે મા, તું અખંડ
ઘુમાવે માયા વીંઝણો,
મા તું માવડી,
માયા કેરો વીંઝણો.
અને માડી, તારા રૂપના
દર્શન કેમ નવ થયો રે મા?
માડી, તારા રૂપના
દર્શન કેમ નવ થયો રે,
માતાજી તારો વીંઝણો.
---
મા, અમે અમૃત
છોડીને વિષને આરોગતા,
અને માડી, અમે
ભૂલી રે બેઠા
ભાન ને શાન રે.
માડી, તારો વીંઝણો માં,
જગદંબા વીંઝણો માં.
મા, વીંઝણ લે
વશીકરણને કામણ ભર્યા માં,
માડી, તને વિસરી
બેઠા રે અમે મૂઢ બાળ રે.
માતાજી તારો વીંઝણો રે.
---
અમે વિસરી
બેઠા રે મૂઢ બાળ રે,
માતાજી તારો વીંઝણો માં.
હવે મા, ખોળે લે,
બેસાડી દયા દાખવો માં.
એ માડી, અમને પિવરાવો
અમી રસના પાન રે,
જગદંબા માડી,
તારો વીંઝણો.
કે માડી, તે તો શેનો રે
ગૂંથ્યો રે આવો રૂડો વીંઝણો.
---
## તુજને ઓળખે મા
માડી, તારા વીંઝણને
પારખીને તુજને ઓળખે મા.
કે માડી, એની
આવણા-જાવણા
માટે જાય રે માતાજી,
આવણા-જાવણા રે
મટી જાય રે માતાજી.
ભવના ફેરા ટળી જાય રે મા.
જે તારા વીંઝણલાને
પારખે, ઈ તને માં ઓળખે,
કે માડી, એની આવણા-જાવણા
મટી જાય રે.
માતાજી તારો વીંઝણો.
---
કે માડી, તારી બાળક
સોના લે ગાયો વીંઝણો.
કે માડી, હમણાંય લગા
કરોને ઉર અંધકાર રે,
જગદંબા તારો વીંઝણો.
કે માડી, અમારા ભીતરના
દૂર કરોને અંધકાર રે,
દૂર કરો અંધકાર રે.
કે માડી, તારો વીંઝણો
દૂર કરો અંધકાર રે.
ઉરના અંધકાર રે,
માડી તારો વીંઝણો,
જગદંબા વીંઝણો,
માડી તારો વીંઝણો માં.
---
મા... મા... મા...
મા... મા... મા...
**માડી તારો વીંઝણો,
જગદંબા તારો વીંઝણો.**
Media