LexicVerse
Lagan Geet

દીકરી તો પારકી થાપણ કેવાય

♡ Save
બેના રે…
સાસરીયે જાતા જોજે પાંપણ ના ભીંજાય 
દીકરી તો પારકી થાપણ કેવાય  
દીકરીને ગાય   દોરે ત્યાં જાય  
દીકરી તો પારકી થાપણ કેવાય  
બેની તારે માથે બાપનો હાથ કદી ના ફરશે
રમતી તું જે ઘરમાં એ ભીતે ભીંતો રડશે
બેના રે…
વિદાયની આ વસમીવેળા રોકીના રોકાય  
દીકરી તો પારકી થાપણ કેવાય  
તારા પતિનો પડછાયો થઈ રહેજે સદાય
સોહાગી કંકુ સેંથામાં  કંકણ શોભે હાથે
બેના રે…
તારી આ વેણીના ફૂલો કોઈ દી ના કરમાય 
દીકરી તો પારકી થાપણ કેવાય  
આમ જુઓતો આંસુ સૌનું પાણી જેવું પાણી
સુખનું છે કે દુઃખનું એ તો કોઈ શક્યું ના જાણી
બેના રે…
રામ કરે સુખ તારું કોઈ દી નજર્યું ના નજરાય  
દીકરી તો પારકી થાપણ કેવાય  
Dikri To parki Thapan Kahevay
Vidai Lagna Geet Lyrics

Related Lyrics

બાગ માં છાંટવો કાજુ કેવડો ... (સાંજી માં ગવાતું ગીત)

પીઠી ચોળોને પંચ કલ્યાણી .... (પીઠીનું ગીત)

તમે રાયવર વેલા આવો રે ... (સાંજી માં ગવાતું ગીત)

દાદા એને ડગલે ડગલે બાવળ રોપાવો રે ... (સાંજી માં ગવાતું ગીત)