LexicVerse
Lagan Geet

તમે રાયવર વેલા આવો રે ... (સાંજી માં ગવાતું ગીત)

♡ Save

 સાંજીનું ગીત 

કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે                          
કન્યા કાગળ મોકલે  તમે રાયવર વહેલાં આવો રે

હું કેમ આવું   મારા દાદાજી રીસાણા રે                                  
તમારા દાદાને પાઘડી પહેરામણી  તમે રાયવર વહેલાં આવો રે

કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે                          
કન્યા કાગળ મોકલે  તમે રાયવર વહેલાં આવો રે

હું કેમ આવું   મારા પિતાજી રીસાણા રે                                 
તમારા પિતાને ખેસની પહેરામણી  તમે રાયવર વહેલાં આવો રે

કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે                          
કન્યા કાગળ મોકલે  તમે રાયવર વહેલાં આવો રે

હું કેમ આવું   મારા માતાજી રીસાણા રે                                 
તમારી માતાને સેલાની પહેરામણી  તમે રાયવર વહેલાં આવો રે

કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે                          
કન્યા કાગળ મોકલે  તમે રાયવર વહેલાં આવો રે

હું કેમ આવું   મારા બેનીબા રીસાણા રે                                 
તમારી બેનીને સોળે શણગાર  તમે રાયવર વહેલાં આવો રે

કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે                          
કન્યા કાગળ મોકલે  તમે રાયવર વહેલાં આવો રે

હું કેમ આવું   મારા વીરાજી રીસાણા રે                                 
તમારા વીરાને સુટની પહેરામણી  તમે રાયવર વહેલાં આવો રે

કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે                          
કન્યા કાગળ મોકલે  તમે રાયવર વહેલાં આવો રે

Related Lyrics

દીકરી તો પારકી થાપણ કેવાય

બાગ માં છાંટવો કાજુ કેવડો ... (સાંજી માં ગવાતું ગીત)

પીઠી ચોળોને પંચ કલ્યાણી .... (પીઠીનું ગીત)

દાદા એને ડગલે ડગલે બાવળ રોપાવો રે ... (સાંજી માં ગવાતું ગીત)