આ શો રૂડો બંસીબટનો ચોક કે મળી મહી વેકવા રે લોલ
મારગ મળિયા મ્હારા નાથ કે મુજને આંતરી રે લોલ
ફોડ્યાં મ્હારાં મહીનાં માટ કે ગોરસ મ્હારાં ઢોળિયાંરે લોલ
ગોપી ચાલી નન્દ દરબાર કે ગોકુળ ગામની રે લોલ
વારો જશોદા તમરા ક હા ન કે નિત આડી કરે રે લોલ
ફોડ્યાં મ્હારાં મહીનાં માટ કે કે ગોરસ મ્હારાં ઢોળિયાંરે લોલ
જશોદાને ચડિયલ રીસ કેલટૅકે નીસર્યાં રે લોલ
હાથમાં લીધી કરેણની સોટી કે કૃષ્ણ કદંબ ચહ ડ્યા રે લોલ
ઊતરો – ઊતરો મ્હારા બાળ કે કહું એક વાતડી રે લોલ
માતા જશોદા તંમારી આણ કે ગોપી સર્વે જૂઠડી રે લોલ