LexicVerse
Lok Geet

આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો

♡ Save

આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો
ખળખળતી નદિયું રે  સાહેલી  મારા સપનામાં રે

આજ રે સપનામાં મે તો ઘમ્મર વલોણું દીઠું જો
દહીં   દૂધના વાટકા રે  સાહેલી  મારા સપનામાં રે

આજ રે સપનામાં મેં તો લવિંગ લાકડી દીઠી જો
ઢીંગલાં ને પોતિયાં રે  સાહેલી  મારા સપનામાં રે

આજ રે સપનામાં મેં તો જટાળો જોગી દીઠો જો
સોનાની થાળી રે  સાહેલી  મારા સપનામાં રે

આજ રે સપનામાં મે તો પારસપીપળો દીઠો જો
તુળસીનો ક્યારો રે  સાહેલી  મારા સપનામાં રે

આજ રે સપનામાં મે તો ગુલાબી ગોટો દીઠો જો
ફૂલડિયાંની ફોરમ રે  સાહેલી  મારા સપનામાં રે

ડોલતો ડુંગર ઇ તો અમારો સસરો જો
ખળખળતી નદીએ રે સાસુજી મારાં ના’તાં’તાં રે

ઘમ્મર વલોણું ઇ તો અમારો જેઠ જો
દહીં   દૂધના વાટકા રે જેઠાણી મારાં જમતાં’તાં રે

લવિંગ   લાકડી ઇ તો અમારો દેર જો
ઢીંગલે ને પોતિયે રે દેરાણી મારાં રમતાં’તાં રે

જટાળો જોગી ઇ તો અમારો નણદોઇ જો
સોનાની થાળીએ રે નણદી મારાં ખાતાં’તાં રે

પારસ પીપળો ઇ તો અમારો ગોર જો
તુળસીનો ક્યારો રે ગોરાણી મારાં પૂજતાં’તાં રે

ગુલાબી ગોટો ઇ તો અમારો પરણ્યો જો
ફૂલડિયાંની ફોરમ  સાહેલી  મારી ચૂંદડીમાં રે

Related Lyrics

વેણું માં વિરડો ગાળતી તી રે

ગોકુળ આવો ગિરધારી - બારમાસી

મણિયારો - Raas Lyrics

મારે તે ગામડે એક વાર આવજો