કોઈ ગોતી દેજો રે કોઈ ગોતી દેજો રે
મ્હારા કા’ન કુંવરિયાની ઝૂલડી
મ્હારા શ્યામ સુંદરિયાની ઝૂલડી
સાવ રે સોના કેરી ઝૂલડી માંહી રૂપા કેરા ધાગા
અવર લોકને ઓપે નહિ મ્હારા કા’નકુંવરજીના વાધા રે
— મ્હારા
શેરીએ શેરીએ સાદ પડાવું ને ધર ધર હાલુ છું જોતી
એ રે ઝૂલડીમા કાંઈ નથી બીજું એને છેડે કળાયલ મોતી રે
— મ્હારા
માતા જ્શોદાજી મહી વલોવે ને કા’નો વળગ્યો કોટે
એ રે ઝૂલડીને કારણિયે મ્હારો લાડકવાયો લોટે રે
— મ્હારા