LexicVerse
Lok Geet

ઘર ઘર તોરણીયાં બંધાવો, ઘર દીવડા પ્રગટાવો

♡ Save

ઘર ઘર તોરણીયાં બંધાવો  ઘર દીવડા પ્રગટાવો 
માના નોરતાં આવ્યાં 

આભલેથી ઊતરી અંબા અવનિએ આવ્યાં 
ગરબે ઘૂમતી ગોરીઓના ગરબા સોહાવ્યા 
માના નોરતાં આવ્યાં 

ઘર સાથિયા પૂરાવો  ઘર ઘર ફૂલડાં પથરાવો 
માના નોરતાં આવ્યાં 

ટપકીયાળી ચૂંદડીમાં  મા શોભે ઝળહળતા 
કંકણ રત્ન  જડાવ ને બાંહે બાજુબંધ બિછિયાં 
માના નોરતાં આવ્યાં 

ઘરઘર દીવડા પ્રગટાવો  ઘરઘર તોરણિયાં બંધાવો 
માના નોરતાં આવ્યાં 

ઝાંઝર ઝણકે કંકણ રણકે  તાલી દેતાં તાલમાં 
ગળે એકાવન હાર ને  દામણી શોભે ભાલમાં 
માના નોરતાં આવ્યાં 

ગરબે ઘૂમે રૂમે ઝૂમે મા  ગોરીઓની સાથમાં 
ગરબા ગાતાં મન હરખાયે  આ નવલી નવરાતમાં 
માના નોરતાં આવ્યાં 

ઘર સાથિયા પૂરાવો  ઘર ઘર ફૂલડાં પથરાવો 
માના નોરતાં આવ્યાં 

ઘરઘર દીવડા પ્રગટાવો  ઘરઘર તોરણિયાં બંધાવો 
માના નોરતાં આવ્યાં 

ઘર ઘર તોરણીયાં બંધાવો  ઘર દીવડા પ્રગટાવો 
માના નોરતાં આવ્યાં 

Related Lyrics

વેણું માં વિરડો ગાળતી તી રે

ગોકુળ આવો ગિરધારી - બારમાસી

મણિયારો - Raas Lyrics

મારે તે ગામડે એક વાર આવજો