LexicVerse
Lok Geet

રામની વાડીમાં રામ આવીને ઊતર્યા રે

♡ Save

રામની વાડીમાં રામ આવીને ઊતર્યા રે 

રામને શાનાં બેસણ દેશું  હે રામ 

કાયા વાડી રે રામે દાડમી 

રામની વાડીમાં જમરાનાં ઝાડ રે 

રામે વેડ્યાં છે દાડમ દરાખ  હો રામ 

કાયા વાડી રે રામે દાડમી 

ભાઇનો પાદર લગી રે સગો છોકરો રે 

ભાઇનું સ્મશાન લગી સગું કુટુંબ  હો રામ 

કાયા વાડી રે રામે દાડમી 

ભાઇની સોનલા કેરી ચિહા સીંચાઇ 

ભાઇની રૂપલા કેરી કાયા બળે  હો રામ 

કાયા વાડી રે રામે દાડમી 

ભાઇનો સોનલા કેરો ધુમાડો રે 

ધુમાડો તો જાય રે આકાશ  હો રામ 

કાયા વાડી રે રામે દાડમી 

Related Lyrics

વેણું માં વિરડો ગાળતી તી રે

ગોકુળ આવો ગિરધારી - બારમાસી

મણિયારો - Raas Lyrics

મારે તે ગામડે એક વાર આવજો