રૂડી ને રંગીલી રે…
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
મીઠી ને મધુરી રે વ્હાલા તારી મોરલી રે લોલ
ઈ તો મારે મંદિરિયે સંભળાય જો
કાનવર કોડીલા રે બાયું મારે હૈડે વસ્યા રે લોલ
જીવડો મારો આકુળ વ્યાકુળ થાય જો…
રૂડી ને રંગીલી રે…
સાહેલી સંગાથે રે જળ જમુનાનાં નીસર્યાં રે લોલ…
બેડાં મેલ્યાં માનસરોવર પાળ જો
ઈંઢોણી વળગાડી રે આંબલિયાની ડાળમાં રે લોલ…
ઊભી નીરખું હું નંદલાલ જો…
રૂડી ને રંગીલી રે…
🏵️લોકગીત🏵️