LexicVerse
ગુજરાતી કવિતા આસ્વાદ

ઋણાનુબંધ -અખિલ શાહ

અખિલ શાહઅછાંદસ
♡ Save

પળોની  લડાઈમાં  મરતા  જતા  નગરનો  સાક્ષી છું.
આ   માટી     મારો    શ્વાસ   છે,
અહીં    મારો    જીવ   ગભરાશે.
ઘૂંટાયેલા અવિશ્વાસથી જન્મેલી શૂન્યતાનો સાક્ષી છું.
તારા   હાથે   મને    ઘડ્યો   છે,
તારા    હાથે   હું    તૂટી   જઈશ.
સૂનકાર  સાગરમાં   રખડતા   તોફાનોનો  સાક્ષી  છું.
મોજાઓનું  તાંડવ  મારો  મદ છે,
એ મારા સૌથી ચિર સાથી બનશે.
ટેરવે  ઉગેલી   વેલના  ગુલાબી  ફૂલનો   સાક્ષી   છું.
સ્પર્શ  મારી   લત  છે,
એ મારી તરસ બનશે.
-અખિલ શાહ
 

Related Lyrics

મજા છે દુર રહેવા મા - કવિ શ્રી ત્રાપજકર

ગમે ત્યારે હું ચાલ્યો જઈશ -ભગવતીકુમાર શર્મા

મુજ ઉર એવું ઉદાસ! -નીરંજન ભગત

ફરવા આવ્યો છું -નીરંજન ભગત