યાદ ચારણ આવતી
॥ યાદ ચારણ આવતી ॥
( દુહો )
મેં આવી ઉતારો કર્યો , જબર વસીલો જોય ,
કામણગારૂં કોય , પાદર તારૂં પોરહા !
( છંદ - સારસી )
મજબુત રાખું કેમ મનને હૈયું રહે નહીં હાથમાં ,
જેદિ' એ હતી સઘળું હતું મારૂં સુખ એની સાથમાં ,
મજબુર થઈ જીવવું રહ્યું મને નીંદરું ન આવતી ,
પાદર ગુમાવેલ પોરહા ! મને યાદ ચારણ આવતી . ॥૧॥
વૈસાખ માસે અંબ પાકે કંથ લાવે કેરીયું ,
કામીની ઘોળે નિચોળે સુગંધ થાતી શેરીયું ,
પાસે બેસીને પીરસતી મને ખંત થી ખવરાવતી ,
પાદર ગુમાવેલ પોરહા ! મને યાદ ચારણ આવતી . ॥૨॥'