પ્રેમ-પ્રેમ સબ કોઇ કહે પણ જાણે નહીં કોઇ,
પ્રેમ જો જાણે જગત તો તો જુદા રહે નહીં કોઈ
–
પ્રેમને વાચા હોત તો, જગત જોગી થાત;
કીંક હલકી હેમાળે જાત, ભગવા પેરીને ભૂધરા:
પ્રેમનાં પ્રાગવડ હેઠ, કીંક પ્રિતાળુ પોઢી ગયાં ;
ઓયલા રોતલ રડતાં રિયાં, ભૂંડે મોઢે ભૂધરા
વ્યાસ ન વાંચી શક્યો , પ્રેમ હુંદા પુરાણ;
ઇ લોહ્યુ કેરા લખાણ, કોક ભેદુ જાણે ભૂધરા:
પ્રેમનાં ઉમટે પૂર , અણતારૂ ઓબા લિયે;
કોઈ તારો તાગ લિયે, ભમરિયું વીંધી ભૂધરા:
–
रहिमन धागा प्रेम का, मत तोड़ो छिटकाय।
टूटे से फिर न मिले, मिले गाँठ परिजाय॥
–
जो मैं ऐसा जानती, प्रीत किये दुःख होय
नगर ढिंढोरा पीटती, प्रीत ना कीजो कोय
–
સાજણ તમારા સ્નેહ માં, અમે ગળી ને ખાતર થયા
વહલા/ભેરુ હતા એ વ્યાગયા ,ઓલા ઘાયલ ઘરે રયા
સાજણ તારા સંભારણા, મને વયુ ના ઘેરા વડે
મારે કાડજ, કાડજ કેરા કણ હલે, એક એક રે આવી ચાંચું ભરે
સાજણ નજરું પાથરી અમે જોઇયે તમારી વાટ
પણ મારા કાળા ઉજાગરા ટાળજો અમે માંડી છે ચોપાટ
–
પ્રેમ વીના પાવે નહી ભલે હુનર કરે હજાર
કહે પ્રીતમ પ્રેમ વીના મળે નહી નંદ કુમાર
–
નથી નીપજતો પ્રેમ વાડી માં પાણી પાતા,
નથી નીપજતો પ્રેમ ,તેલ ચોળ્યા થી તાતા ,
નથી મળતો પ્રેમ , ગાંધી કે દોશી ને હાટે,
નથી મળતો પ્રેમ , ખોલતા વાટે ને ઘાટે.
નથી મળતો પ્રેમ તપાસતાં, ગુજરી ગામો ગામની ,
કહે તુલસી પ્રેમ પુરો મળે , કૃપા હોય શ્રી રામ ની.