લળી લળી પાય લાગુ
હે દયાળી દયાં માગુ રે મોગલ માડી
માં તુ ચૌદ ભુવન મા રેતી ઉડણ મા આભ લેતી
છોરુડા ને ખમ્મા કહેતી માં મોગલ માડી
એ મેળો છે માં ને વ્હાલો નમી ને આઇ ને હાલો
આયલ ના વેણે હાલો માં મોગલ માડી
એ દાઢાળી દેવ એવી ગરજી સુણો અમારી અરજી
આગળ તમારી મરજી મોગલ માડી
દાન અલગારી કહે છે ભામીણા તોળા લે છે
તને ઉદો ઉદો કે છે રે મોગલ માડી