LexicVerse
Duha-Chhand

કરતા હરતા શ્રીં હોંકારી

♡ Save
કરતા હરતા શ્રીં હોંકારી  કાલીકાલરયણ કૌમારી 
શશિશેખરા સિધેશર નારી  જગ નીમવણ જયો જડધારી 
ધવા ધવળગર ધવ ધૂ ધવળા 
ક્રશના કુબજા કચયત્રી કમળા 
ચલાચલા ચામુંડા ચપલા 
વિકટાવિકટ ભૂ બાલા વિમલા 
સુભગા શિવા જ્યા શ્રી અંબા 
પરિયા પરંમાર પાલંબા 
પીશાચણિ શાકણિપ્રતિબંબા  અથઆરાધિજે અવલંબા 
સં કાલિકા શારદા સમયા  ત્રિપુરા તારણિ તારા ત્રનયા 
ઓહં સોહં અખયાઅભયા 
આઈ અજ્યા વિજ્યા ઉમયા 
છન્દ – ભુજંગી
દેવી ઉમ્મયા ખમ્મયા ઈશનારી 
દેવી ધારણ મુંડ ત્રીભુવન્ન ધારી 
દેવી શબ્બદો રૂપ ઓં રૂપ સીમા 
દેવી વેદ પારખ્ખ ધરણી વ્રહમ્મા 
દેવી કાલિકા માં નમો ભદ્રકાલી 
દેવી દુર્ગા લાઘવં ચારિતાલી 
દેવી દાનવાં કાળ સુરપાળ દેવી 
દેવી સાધકં ચારણં સિધં સેવી 
દેવી જખ્ખણી ભખ્ખણી દેવ જોગી 
દેવી નિર્મળા ભોજ ભોગી નિરોગી 
દેવી માત જાનેસુરી વ્રન્ન મેહા 
દેવી દેવ ચામુંડ સંખ્યાતિ દેહા 
દેવી ભંજણી દૈત સેના સમેતા 
દેવી નેતના તપ્પન જ્યા નેતા 
દેવી કાલિકા કૂબજા કામકામા 
દેવી રેણુકા સમ્મલા રામ રામા 
દેવ માલણી જોગણી મત્ત મેઘા 
દેવી વેધણી સુર અસુરાં ઉવેધા 
દેવી કામહી લોચના હામ કામા 
દેવી વાસની મેર માહેશ વામા 
દેવી ભુતડાં અમ્મરી વીશ ભૂજા 
દેવી ત્રીપુરાભેરવી રૂપ તૂજા 
દેવી રાખસં ધોમરે રક્ત રૂતી 
દેવી દુર્જ્જટા વિક્કાટા જમ્મદૂતી 
દેવી ગૌર રૂપાઅખાં નવ્વ નિધ્ધી
 દેવી સક્કળા અક્કળા સ્ત્રવ્વ સિદ્ધિ 
દેવી વ્રજ્જ વિમોહણી વોમ વાણી 
દેવી તોતલા ગુંગલા કત્તિયાણી 
દેવી ચંદ્રઘંટા મહમ્માય ચંડી 
દેવી વીહળા અન્નળા વડ્ડ વડ્ડી 
દેવી જમ્મઘંટાવદીજે જડંબા 
દેવી શાકણી ડાકણી રૂઢ શબ્બા 
દેવી કંટકાં હાકણી વીર કઁવરી 
દેવી માત વાગેશરી મહાગવરી 
દેવી દંડણી દેવ વેરી ઉદંડા 
દેવી વજ્જાયા જ્યા દૈતાં વિખંડા 
દેવી મંગળા વીજળા રૂપ મધ્ધે 
દેવી અબ્બળા સબ્બ્ળા વોમ અધ્ધે 
દેવી સ્ત્રગ્ગસૂં ઉત્તરી શિવ માથે 
દેવી સગર સુત હેત ભગિરથ્થ સાથે 
દેવી હારણી પાપ શ્રી હરિ રૂપા 
દેવી પાવની પતિતાં તીર્થ ભુપાં 
દેવી પુન્યરૂપં દેવી પ્રમ્મરૂપં 
દેવી ક્રમરૂપંદેવી ધ્રમ્મરૂપં 
દેવી નીર ધેખ્યાં અઘ ઓઘનાસે 
દેવી આતમાનંદ હૈયે હુલાસે 
દેવી દેવતા સ્રબ્બ તું માં નિવાસે 
દેવી સેવતે શિવ સારૂપ ભાસે 
દેવી નામ ભાગીરથી નામગંગા 
દેવી ગંડકી ગોગરા રામગંગા 
દેવી સર્સતી જમનાં સરી સિધ્ધા 
દેવી ત્રિવેણીત્રિસ્થલી તાપરૂધ્ધા 
દેવી સિન્ધુ ગોદાવરી મહીસંગા 
દેવી ગોમતી ઘમ્મળા બાણગંગા 
દેવી નર્મદાસારજૂ સદા નીરા 
દેવી ગલ્લકા તુંગભદ્રા ગંભીરા 
દેવી કાવેરી તાપિ કશ્ના કપીલા 
દેવી શોણ સતલજ્જ ભીમા સુશીલા 
દેવી ગોમ ગંગાદેવી વોમ ગંગા 
દેવી ગુપ્તગંગા શુચીરૂપ અંગા 
દેવી નિઝરણ નવે સો નદી નાળા 
દેવી તોય તે તવાં રૂપં તુહાળા 
દેવી મથુરા માઈયા મોક્ષદાતા 
દેવી અવંતી અજોધ્યા અઘ્ઘહાતા 
દેવી કહાં દ્વારામતી કાંચિ કાશી 
દેવી સાતપુરી પરમ્મા નિવાસી 
દેવી રંગ રંગેરમે આપ રૂપે 
દેવી ધ્રુત નૈવેદ લે દીપ ધૂપે 
દેવી રગ્ત બંબાળ ગળમાળ રૂંઢા 
દેવી મૂઢ પાહારણી ચંડ મુંડા 
દેવી ભાવ સ્વાદે હસંતે વકત્રે 
દેવી પાણપાણાંપિયે મદ્ય પત્રે 
દેવી સહસ્ત્ર લખં કોટીક સાથે 
દેવી મંડણી જુધ્ધ મૈખાસ માથે 
દેવી ચાપડે ચંડ ને મુંડ ચીના 
દેવી દેવદ્રોહી દુહૂ ધમી દીના 
દેવી ઘૂમ લોચન્ન હૂંકારધોંશ્યો 
દેવી જાડબામેંરગતબીજ શોષ્યો 
દેવી મોડિયો માથ નિશુંભ મોડે 
દેવી ફોડિયો શુંભ જીં કુંભફોડે 
દેવી શુંભ વિશુંભ દર્પાધછળિયા 
દેવી વેદ સ્ત્રગ થાપિયાદૈત દળીયા 
દેવી સંઘ સુરાંતણાં કાજસીધા 
દેવી ક્રોડ તેતીસ ઉચ્છાહ કીધા 
દેવી ગાજતા દૈત તા વંશ ગમિયા 
દેવી નવે ખંડ ત્રિભુવન તૂજ નમિયા 
દેવી વન્નમેં સમાધી સુરથ વ્રન્ની 
દેવી પૂજત આશપૂર્ણા પ્રસન્ની 
દેવી વંશ સુરથ્થરા દીહાવળિયા 
દેવી તવન તોરાકિયાં શોક ટળિયા 
દેવી મારકંડે મહાપાઠ બાંધ્યો 
દેવી લગો તવ પાયનો પાર લાધ્યો 
દેવી સપ્તમી અષ્ઠ્મી નોમનુજા 
દેવી ચોથ ચૌદશપૂનમ્મ પૂજા 
દેવી સર્સતી લખ્ખમી મહાકાળી 
દેવી કન્ન વિષ્ણુ વ્રહમ્મા કમાળી 
દેવી રગ્ત નીલંમણી સીતરંગ 
દેવી રૂપ અંબાર વિરૂપ અંગમ 
દેવી બાળ યુવાવૃધં વેષવાણી 
દેવી વિશ્વ રખવાળ વીશાં ભુજાળી 
દેવી વૈષ્ણવી મહેશી વ્રહમ્માણી 
દેવી ઈન્દ્રાણી ચન્દ્રાણી રનારાણી 
દેવી નારસિંઘીવરાહી વિખ્યાતા 
દેવી ઈલાઆધાર આસુર હાતા 
દેવી કૌમારી ચામુંડા વિજૈકારી 
દેવી કુબેરી ભૈરવી ક્ષેમકારી 
દેવી મૃગેશ વ્રખ્ખ હસ્તી મઈખે 
દેવી પંખ કેકીગરૂડ ધિરટ પંખે 
દેવી રથ્થ રેવંત સારંગ રાજે 
દેવી વિમાણં પાલખી પીઠ વ્રાજે 
દેવી પ્રેત આરૂઢ આરૂઢપદ્મં 
દેવી સાગરં સુમેરૂ ગુઢ સદ્મં 
દેવી વાહનં નામ કંઈ વપ્પવાળી 
દેવી ખગ્ગ શૂલંધરા ખપ્પરાળી 
દેવી કોપરે રૂપમેં કાલજેતા 
દેવી કૃપા રે રૂપ માતા જણેતા 
દેવ જગ્ત કર્તાર ભર્તા સઁહરતા 
દેવી ચરાચર જગ્ગ સબમેં વિચરતા 
દેવ ચારધામં સ્થલં અષ્ટ સાઠે 
દેવી પાવિયે એકસો પીઠ આઠે 
દેવી માઈ હિંગોળ પચ્છમ્મમાતા 
દેવી દેવ દેવાધિ વરદાન દાતા 
દેવી ગંદ્રપાંવાસ અબંદ ગ્રામે 
દેવી થાણ ઉડિયાણ શમશાણ ઠામે 
દેવી ગઢે કોટેગરન્નાર ગોખે 
દેવી સિંધુ વેલા સવાલાખ સોખે 
દેવી કામરૂ પીઠ અઘ્ઘોર કૂંડે 
દેવી ખંખરે દ્રુમે કશ્મેરખંડે 
દેવી ઉત્તરા જોગણી પર ઉજેણી 
દેવી ભાલ ભરૂચ્ચ ભજનેર ભેણી 
દેવી દેવ જાલંધરી સપ્તદીપે દેવી કંદરે શખ્ખરે વાવ કૂપે 
દેવી મેટલીમાણઘૂમે ગરબે 
દેવી કાછ કન્નોજ આશામ અંબે 
દેવી સબ્બ ખંડે રસા ગીરિશ્રૂંગે 
દેવી વંકડે દુર્ગમે ઠા વિહંગે 
દેવી વમ્મરે ડુંગરે રન્ન વન્ને 
દેવી ચૂંબડે લિંબડે થન્ન થન્ને 
દેવી ઝંગરે ચાચરે ઝબ્બ ઝ્બ્બે 
દેવી અંબરે અંતરીખે અલંબે 
દેવી નિર્ઝરે તરવરે નગે નેસે 
દેવી દિશે અવદિસે દેશે વિદેશે 
દેવી સાગરં બેતડે આપ સંગે 
દેવી દેહરે ઘરે દેવી દુરંગે 
દેવી સગરં સીપમેં અમી શ્રાવે 
દેવી પીઠ તવ કોટિ પચ્ચાસ પાવે 
દેવી વેલસા રૂપ સામંદ વાજે 
દેવી વાદળાં રૂપ ગૈણાગ ગાજે 
દેવી મંગળા રૂપ તું જ્વાળમાળા 
દેવી કંઠલા રૂપ તૂં મેઘ કાળા 
દેવી અન્નલં રૂપ આકાશ ભમ્મે 
દેવી માનવાં રૂપ મ્રૂતલોક રમ્મે 
દેવી પન્નગાં રૂપ પાતાળ પેસે 
દેવી દેવતા રૂપ તૂં સ્ત્રગ્ગ દેશે 
દેવી પ્ર્મ્મરે રૂપપિંડ પિંડ પીણી 
દેવી સૂનરે રૂપ બ્રહ્માંડલીણી 
દેવી આતમા રૂપકાયા ચલાવે 
દેવી કાયા રે રૂપ આતમ ખિલાવે 
દેવી રૂપ વાસંત રે વન્નરાજે 
દેવી આગ રે રૂપ તૂં વન્ન દાઝે 
દેવી નીર રે રૂપ તૂં આગ ઠારે 
દેવી તેજ રે રૂપ તૂં નીર હારે 
દેવી જ્ઞાન રેરૂપ તૂં જગત વ્યાપી 
દેવી જગ્ત રે રૂપ તૂં ધર્મ થાપી 
દેવી ધર્મ રે રૂપ શિવશક્તિ જાયા 
દેવી શિવ શક્તિ રૂપેં સત્ત માયા 
દેવી સત્ત રે રૂપ તૂં શેષ માંહી 
દેવી શેષ રે રૂપ શિર ધરા સાહી 
દીએ ધરા રે રૂપ ખમયા કહાવે 
દેવી ખમ્મયા રૂપ તૂં કાળ ખાવે 
દેવી કાળ રે રૂપ ઉદંડ વાયે 
દેવી વાયુ જળ રૂપ કલ્પાંત થાયે 
દેવી કલ્પ રે રૂપ કલ્પાંત દીપે 
દેવી વિષ્ણુ રે રૂપ કલ્પાંત જીપે 
દેવી નિંદ રે રૂપ ચખ વિશન રૂઢી 
દેવી વિશન રે રૂપ તૂં નાભ પૂઢી 
દેવી નાભરે કમળ બ્રહ્મા નિપાયા 
દેવી બ્રહ્મ રે રૂપ મધુકીટજાયા 
દેવી રૂપ મધુકીટ બ્રહ્મા ડરાયે 
દેવી બ્રહ્મ રે રૂપ વિષ્ણુજગાયે 
દેવી વિષ્ણુ રે રૂપ જંઘા વધારે 
દેવી મુકુંદ રે રૂપ મધુકીટમારે 
દેવી સાવિત્રીગાયત્રી પ્રમ્મ વ્રમ્મા 
દેવી સાચ તણ મેલિયા જોગ સમ્મા 
દેવી શૂની રે દૂધ તેં ખીર રાંધી 
દેવી મારકંડ રૂપ તે ભ્રાંતબાંધી 
દેવી મંત્ર મૂલં દેવી બીજબાલા 
દેવી વાપણી સ્ત્રબ્બ લીલાવિશાલા 
દેવી આદ અન્નાદ ઓંકાર વાણી 
દેવી હેક હંકાર હ્રીંકાર જાણી 
દેવી આપહી આપ આપાં ઉપાયાં 
દેવી જોગ નિંદ્રા ભવં તીન જાયાં 
દેવી મન્નછા માઈયા જગ્ગ માતા 
દેવી બ્રમ્મ ગોવિંદ શંભુ વિધાતા 
દેવી સિધ્ધિ રે રૂપ નવ નાથસાથે 
દેવી રિધ્ધિ રે રૂપ ધનરાજ હાથે 
દેવી વેદ રે રૂપ તું બ્રમ્મ વાણી 
દેવી જોગ રે રૂપ મચ્છંદ્ર જાણી 
દેવી દાન રે રૂપ બળરાવ દીધી 
દેવી સત્ત રે રૂપ હરચંદ સીધી 
દેવી રઢ્ઢ રે રૂપ દશકંધ રુઠી 
દેવી શીલ રે રૂપ સૌમિત્ર ત્રૂઠી 
દેવી શારદા રૂપ પીંગલ પ્રસન્ની 
દેવી માણ રે રૂપ દુર્જોણ મન્ની 
દેવી ગદારે રૂપ ભૂજભીમ સાઈ 
દેવી સાચ રે રૂપ જુહિઠલ્લ ધ્યાઈ 
દેવી કુંતિ રેરૂપ તેં કર્ણ કીધાં 
દેવી શાસત્રાંરૂપ સૈદેવ સીધા 
દેવી બાણ રે રૂપ અર્જુન બન્ની 
દેવી દ્રૌપદી રૂપ પાંચાં પતન્ની 
દેવી પાંચહી પાંડવા પરે ત્રૂઠી 
દેવી પાંડવી કૌરવાં પરે રુઠી 
દેવી પાંડવં કૌરવાં રૂપ બાંધા 
દેવી કૌરવાં ભીમ રે રૂપ ખાધા 
દેવી અર્જુણ રૂપ જેદ્રથ્થ માર્યો 
દેવી જેદ્રથ્થં રૂપસૌભદ્ર ટાર્યો 
દેવી રેણુકા રૂપ તેં રામ જાયા 
દેવી રામ રે રૂપ ખત્રી ખપાયા 
દેવી ખત્રિયાંરૂપ દુજરામ જીતા 
દેવી રૂપ દુજરામ રે રગ્ત પીતા 
દેવી રગ્ત રે રૂપતૂં જગ્ત જાતા 
દેવી જોગણી રૂપ તું જગ્ત માતા 
દેવી માતરે રૂપ તૂં અમી શ્રાવે 
દેવી બાળ રે રૂપ તૂં ખીર ધાવે 
દેવી જસ્સુદા રૂપ કાનં દુલારે 
દેવી કાનરે રૂપ તૂં કંસ મારે 
દેવી ચામુંડા રૂપ ખેતલ હુલાવે 
દેવી ખેતલા રૂપ નારી ખિલાવે 
દેવી નારિ રે રૂપ પુરુષાં ધુતારી 
દેવી પુરૂષાં રૂપ નારી પિયારી 
દેવી રોહણી રૂપ તૂં સોમ ભાવે 
દેવી સોમ રે રૂપ તૂં સુધા શ્રાવે 
દેવી રૂકમણી રૂપ તૂં કાન સોહે 
દેવી કાન રે રૂપ તૂં ગોપી મોહે 
દેવી સીતરે રૂપ તૂં રામ સાથે 
દેવી રામ રે રૂપ તૂં ભગ્ત હાથે 
દેવી સાવિત્રીરૂપ બ્રહ્મા સોહાણી 
દેવીએ રામ રે રૂપ તૂ નિગમ વાણી 
દેવી ગીરજા રૂપ તૂં રુદ્રરાતા 
દેવી રુદ્ર રેરૂપ તૂં જોગ ધાતા 
દેવી જોગ રે રૂપ ગોરખ્ખ જાગે 
દેવી ગોરખં રૂપ માયા ન લાગે 
દેવી માઈયા રૂપ તેં વિષ્ણુ બાંધા 
દેવી વિષ્ણુ રે રૂપ તેં દૈત ખાધા 
દેવી દૈત રે રૂપ તેં દેવ ગ્રહિયા 
દેવી દેવ રે રૂપ કૈ દનુજ દહિયા 
દેવી મચ્છ રે રૂપ તૂં શંખ મારી 
દેવી શંખવા રૂપ તૂં વેદ હારી 
દેવી વેદ શુધ વાર રૂપે કરાયા 
દેવી ચારણાં વેદ તે વાર પાયા 
દેવી લખ્ખમી રૂપ તેં ભેદ દીધા 
દેવી રામ રે રૂપ તેં રતન લીધા 
દેવી દશરથં રૂપ શ્રવણં વિડારી 
દેવી શ્રવ્વણંરૂપ પિતુ માત તારી 
દેવી કેકયી રૂપ તેં કૂડ કીધા 
દેવી રામ રે રૂપ વનવાસ લીધા 
દેવી મૃગ્ગ રેરૂપ તેં સીત મોઈ 
દેવી રામ રે રૂપ પરાધ હોઈ 
દેવી બાણ રે રૂપ મારીચ મારી 
દેવી માર મારીચ લખણં પુકારી  

Related Lyrics

વિર માંગડાવાળા ના દુહા

પ્રેમ - દુહા

યાદ ચારણ આવતી

શંકરા ના દુહા