આસો પાલવ બંધાવો .. (મંડપ માં ગવાતું ગીત)
આસોપાલવ બંધાવો લીલા તોરણ સજાવો 2
સહુ સ્નેહીજનોના સથવારે આજ શુભ દિન મનાવો
આસોપાલવ
બેનીના દાદાજી આવ્યા 2
બેનના માતાનું મુખ મલકે હૈયે હરખના માય
આસોપાલવ
બેનીના કાકાજી આવ્યા 2
આજે ભત્રીજી પરણેને કાકી મુખલડે મલકાય
આસોપાલવ
બેનીના મામાજી આવ્યા 2
આજે ભાણેજડી પરણેને મામી મુખલડે મલકાય
આસોપાલવ