વરરાજા ને પોખવા ને સાસુ આવે રે... (વરરાજા ને પાખતી વખતનું ગીત)
વરરાજા ને પોખવાને સાસુ આવે રે
વરરાજા ને પોખવાને સાસુ આવે રે
જળ દીપ્યા જારી ભરી ને સાસુ લાવે રે
જળ દીપ્યા જારી ભરી ને સાસુ લાવે રે
શીરો ઘારી થાળી ભરીને સાસુ લાવે રે
શીરો ઘારી થાળી ભરીને સાસુ લાવે રે
વરરાજા ને પોખવાને સાસુ આવ્યા રે ઉ
સળિયો સાઠો ને વળી ત્રાક રે
સળિયો સાઠો ને વળી ત્રાક રે
જળ ધટ ભરી ને તાણ્યું છે નાક રે
જળ ધટ ભરી ને તાણ્યું છે નાક રે
પેલી પેલી ઉતારે તેદી વાત રે
ઉતારી ને નાખી છે ચારે પાસ રે
ધુશળ અોષાળ ને રવાય રે
સાસુજી એ પોખ્યા છે જમાઈ રે