LexicVerse
Lagan Geet

વાગે છે વેણુ ને વાગે વાંસલડી... (કન્યા પક્ષ - ગણેશ માટલી નું ગીત)

♡ Save

વાગે છે વેણુ

 કન્યા પક્ષે ગણેશમાટલીનું ગીત 

વાગે છે  વેણુ  ને વાગે  વાંસલડી                  
અમી બેનીના વિવાહ આદર્યા

કાકા વીનવીએ કાન્તિલાલભાઈ તમને          
રૂડા માંડવડા બંધાવજો
માંડવડે રે  કાંઈ  દીવડા પ્રગટાવજો             
અમી બેનીના વિવાહ આદર્યા

માસી વીનવીએ મીનાબેન તમને                 
નવલા ઝવેરી તેડાવજો
ઝવેરી તેડાવજો ને ઘરેણાં ઘડાવજો              
અમી બેનીના વિવાહ આદર્યા

વીરા વીનવીએ વિનુભાઈ તમને                 
મોંઘેરા મહેમાનો તેડાવજો
મોંઘેરા મહેમાનોએ શોભે માંડવડો             
અમી બેનીના વિવાહ આદર્યા

મામા  વીનવીએ  મહેશભાઈ તમને             
નવલાં ચૂડો પાનેતર લાવજો
ચૂડો પાનેતર આપણી વ્હાલી બેનને સોહે     
અમી બેનીના વિવાહ આદર્યા

Related Lyrics

દીકરી તો પારકી થાપણ કેવાય

બાગ માં છાંટવો કાજુ કેવડો ... (સાંજી માં ગવાતું ગીત)

પીઠી ચોળોને પંચ કલ્યાણી .... (પીઠીનું ગીત)

તમે રાયવર વેલા આવો રે ... (સાંજી માં ગવાતું ગીત)