LexicVerse
Lagan Geet

વાણલા ભલે વાયા ... (લગ્ન પ્રસંગ નું પ્રભાતિયું)

♡ Save

 પ્રભાતિયું 

સૂરજ ઊગ્યો  રે કેવડિયાંની ફણસે કે વાણલાં ભલે વાયાં રે
સૂતા  જાગો  રે  વાસુદેવના  નંદ   કે વાણલાં ભલે વાયાં રે

સૂતા જાગો રે સુભદ્રા બેનીના વીર કે વાણલાં ભલે વાયાં રે
તમે   જાગો  રે  જાગે   સહુ   દેવ   કે વાણલાં ભલે વાયાં રે

લેજો  લેજો  રે  દાતણ  ને  ઝારી   કે વાણલાં ભલે વાયાં રે
બેસજો બેસજો  તુલસીને  ક્યારે   કે વાણલાં ભલે વાયાં રે

મુખ   લૂજો  રે  પામરિયુંને   છેડે   કે વાણલાં ભલે વાયાં રે
લેજો   લેજો   શરી  રામનાં  નામ  કે વાણલાં ભલે વાયાં રે

Related Lyrics

દીકરી તો પારકી થાપણ કેવાય

બાગ માં છાંટવો કાજુ કેવડો ... (સાંજી માં ગવાતું ગીત)

પીઠી ચોળોને પંચ કલ્યાણી .... (પીઠીનું ગીત)

તમે રાયવર વેલા આવો રે ... (સાંજી માં ગવાતું ગીત)