LexicVerse
Lagan Geet

વોરો રે દાદા ચુંદડી ... (મંડપ માં ગવાતું ગીત)

♡ Save

નવે નગરથી જોડ ચુંદડી વાપરી 
આવી રે અમારે દેશ રે 
વોરો રે દાદા ચુંદડી 

ચુદડીયુંને ચારે છેડે ઘુઘરી 
વચમાં તે ટાંકેલા ઝીણા મોર રે 
વોરો રે દાદા ચુંદડી 

શંકેલું તો ઘમકે રૂડી ઘુઘરી 
ઉખેડું તો ટહૂકે ઝીણા મોર રે 
વોરો રે દાદા ચુંદડી

અમદાવાદની જોડ ચુંદડી વાપરી 
આવી રે અમારે દેશ રે 
વોરો રે વીરા ચુંદડી

ચુદડીયુંને ચારે છેડે ઘુઘરી
ઉખેડું તો જગમોહનની ભાત રે
વોરો રે વીરા ચુંદડી

શંકેલું તો ઘમકે રૂડી ઘુઘરી
ઉખેડું તો ટહૂકે ઝીણા મોર રે
વોરો રે વીરા ચુંદડી

જુનાગઢથી જોડ ચુંદડી વાપરી
આવી રે અમારે દેશ રે
વોરો રે કાકા ચુંદડી

ચુદડીયુંને ચારે છેડે ઘુઘરી
વચમાં છે ચોખલીયાળી ભાત રે
વોરો રે કાકા ચુંદડી

શંકેલું તો ઘમકે રૂડી ઘુઘરી
ઉખેડું તો ટહૂકે ઝીણા મોર રે
વોરો રે કાકા ચુંદડી

Related Lyrics

દીકરી તો પારકી થાપણ કેવાય

બાગ માં છાંટવો કાજુ કેવડો ... (સાંજી માં ગવાતું ગીત)

પીઠી ચોળોને પંચ કલ્યાણી .... (પીઠીનું ગીત)

તમે રાયવર વેલા આવો રે ... (સાંજી માં ગવાતું ગીત)