આ ચોઘડીએ મારા
નોંધારાના નાથ આ ચોઘડીએ રે…. ટેક
અમર ઘોડે અણઘડ પીર
કારજ કારણ ભાથા ભીડ
દોયલી વેળાના દુઃખ શિર…. આ ચોઘડીએ….
ધણી રહેશે નહીં ધીર
ફફડે પીડાશે ફકીર
પીરજી વેલી હૂંડી બીડ…. આ ચોઘડીએ…
ન હોય ભગતુંને ભીડ
નગણા રાખે મનમાં ચીડ
રામદેવજી સાંભળો મારી રીડ…. આ ચોઘડીએ….
સમરથ વિરમદેના વીર
કરવા દાસીનું દિલ સ્થિર
આવજો પોકરણ હુંદા પીર….. આ ચોઘડીએ
સદગુરુ સદા રહેજો શિર
તોડો કબૂદ્ધીની જંજીર
દાસ સવો કહે દેજો ધીર…. આ ચોઘડીએMedia