LexicVerse
Bhajan

અંગુઠો મરડીને પિયુને જગાડીયા.. નણદલ લેરીયું રે

✍દાસ સવારામ બાપા
♡ Save
અંગુઠો મરડીને પીયુને જગાડીયા રે,
ગોરી કહે તેને શે આવે છે ઊંઘ,
આડુ જાય અવળું જાય નણદલ લેરીયું રે….. ટેક

વર ઠુંઠોને અણઘડ પાંગળો રે,
કન્યા તો વરવા વર ને જાય,
આડુ જાય અવળું જાય નણદલ લેરીયું રે

વર પરણ્યા ત્યાં ભાગી વેલડી રે,
મરાણો કાયાનો સરદાર,
જુઓને નર નાર…. નણદલ લેરીયુ રે

પાંચ પારખ તો પેલા મુવા રે,
નગરમાં હાટે થઈ હડતાલ,
કરી જો વિચાર,નણદલ લેરીયુ રે….

કીડીની હડફેટે હાથી મૂવો રે,
કુંજરને પાડ્યો પગલા હેઠ,
પહોંચાડયો ઠેઠ ….. નણદલ લેરીયું રે…..

નિર્વિઘ્ને વર પરણીને આવીયા રે,
કન્યા વર નાયા ભવજન તીર,
ધરી રહ્યા ધીર….. નણદલ લેરીયું રે…..

નર્તન નગરીમાં વિવાહ થયો રે,
ત્યાં કોઈ ન મળે નર કે નાર,
થયો ઝણકાર……. નણદલ લેરીયું રે….

દાસ સવો કહે સુણી છોયરો રે,
સમજેથી જનમ મરણ ભે જાય,
ગુરુ ગમ ગાય…….નણદલ લેરીયુ રે…….

Related Lyrics

દિલ કેરા દાગ મિટા દે મેરે ભાઈ

(કંથડનાથ / ગંગેવદાસ)

भोले तेरी जटा से बहती है गंग धारा

બ્રહ્માનંદ

जिसको नही है बोध तो, गुरु ज्ञान क्या करे

બ્રહ્માનંદ

मुसाफिर जागते रहना, नगर में चोर आते है

બ્રહ્માનંદ