LexicVerse
Bhajan

ફકીર ભયા રાજા બલખ બુખારંદા

✍Unknown
♡ Save
ફકીર ભયા રાજા બલખ બુખારંદા,
શીર પર તોપ હજારુંદા,
ઈતના છોડ કર લીની ફકીરી,
ધન ધન અકલ વખાણુંદા
ફકીર ભયા રાજા બલખ બુખારંદા.....

જીનકી આગે ફોજુ ચલતી,
તુરીયા લક્ષ અઢારુંદા,
સોઈનર જંગલ મે ફીરને લાગ્યાં,
પૈદલ પાવ ઊઘાડુંદા
ફકીર ભયા રાજા બલખ બુખારંદા.....

બત્રીસ ભાત ના ભોજન જમતા,
મેવા દ્રાક્ષ મિઠાઇંદા,
સોઈનર ટાઢા ટુકડા સાવન લાગ્યાં,
વાસી સાજ સવારુંદા
ફકીર ભયા રાજા બલખ બુખારંદા.....

ફુલડા હૂંદા સેજ બિછાવતા,
કલીયે કલી ન્યારુંદા,
સોઈનર જમીન પર લેટન લાગ્યાં,
કંકણ કોણ બહારુંદા
ફકીર ભયા રાજા બલખ બુખારંદા....

સવાટાક ભાર જામા પહેરતા,
દર્પણ મે મુખડા નિહારુંદા,
સોઈનર ગોદડી ઓઢન લાગ્યાં,
અધમણ ભાર કથાઉંદા
ફકીર ભયા રાજા બલખ બુખારંદા....

કરી બંદગી સાચા સાહેબ ની,
મૌલા પ્રેમ પિછાણુંદા,
કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે,
મળીયા પીર અખાડુંદા
ફકીર ભયા રાજા બલખ બુખારંદા...

Related Lyrics

દિલ કેરા દાગ મિટા દે મેરે ભાઈ

(કંથડનાથ / ગંગેવદાસ)

भोले तेरी जटा से बहती है गंग धारा

બ્રહ્માનંદ

जिसको नही है बोध तो, गुरु ज्ञान क्या करे

બ્રહ્માનંદ

मुसाफिर जागते रहना, नगर में चोर आते है

બ્રહ્માનંદ