હે હરભુજીને હૈયે હરખ અપાર રે હાં...
એવા ઘોડલે ચડંતા રે હે દીઠયા રામાપીરને રે
હે એવા હેતે ને પ્રીતે હેજી ભાયું પરસ્પર ભેટયા રે
હે અને કીધી કસુંબાની મનવાર રે હાં...
એવા ઘોડલે ચડંતા રે......
એવી ભ્રાત્યુંને ભાંગીને હેજી હરભુજી એમ બોલીયા રે
હે સુણ્યા અમે અમંગળ સમાચાર રે હાં...
એવા ઘોડલે ચડંતા રે......
એવા વચન વધાવે હેજી પડયા રામાપીરજી રે
હે અને નકલંક નેજાધારી અવતાર રે હાં...
એવા ઘોડલે ચડંતા રે......
આવા હરિનાં ચરણે રે "હરભુજી" આવું બોલીયા રે
હે દેજો અમને તમારાં ચરણે વાસ રે જી
એવા ઘોડલે ચડંતા રે......
હે હરભુજીને હૈયે હરખ અપાર રે હાં...
એવા ઘોડલે ચડંતા રે હે દીઠયા રામાપીરને રે