LexicVerse
ગુજરાતી કવિતા આસ્વાદ

અનુભૂતિ -સુરેશ દલાલ

ગીતસુરેશ દલાલ
♡ Save

          લીલ લપાઈને બેઠી જળને તળિયે;
સૂર્યકિરણને   એમ   થયું  કે  લાવ   જઈને   મળિયે !
          કંપ્યું        જળનું        રેશમપોત;
          કિરણ   તો   ઝૂક્યું   થઈ   કપોત.
વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ !
          હળવે     ઊતરે     આખું   વ્યોમ;
          નેણને    અણજણી    આ     ભોમ.
લખ  લખ  હીર ઝળકે  ભીના તૃણ તણી આંગળીએ !
– સુરેશ દલાલ
 

Related Lyrics

મજા છે દુર રહેવા મા - કવિ શ્રી ત્રાપજકર

ગમે ત્યારે હું ચાલ્યો જઈશ -ભગવતીકુમાર શર્મા

મુજ ઉર એવું ઉદાસ! -નીરંજન ભગત

ઋણાનુબંધ -અખિલ શાહ