LexicVerse
ગુજરાતી કવિતા આસ્વાદ

ઊગી જવાના -હર્ષ બ્રહ્મભટ્ટ

ગઝલહર્ષ બ્રહ્મભટ્ટ
♡ Save

આજે માણો હર્ષ બ્રહ્મભટ્ટની આ ખૂમારીપૂર્ણ ગઝલ.
અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોયે જીવી જવાના.
ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
અમે ભીંત ફાડીને ઊગી જવાના.
ધખો તમતમારે ભલે સૂર્ય માફક,
સમંદર ભર્યો છે, ન ખૂટી જવાના.
ચલો હાથ સોંપો, ડરો ન લગીરે,
તરી પણ જવાના ને તારી જવાના.
અમે જાળ માફક ગગન આખું ઝાલ્યું,
અમે પંખી એકે ન ચૂકી જવાના !
 

Related Lyrics

મજા છે દુર રહેવા મા - કવિ શ્રી ત્રાપજકર

ગમે ત્યારે હું ચાલ્યો જઈશ -ભગવતીકુમાર શર્મા

મુજ ઉર એવું ઉદાસ! -નીરંજન ભગત

ઋણાનુબંધ -અખિલ શાહ