LexicVerse
Bhajan

આંખ વિના, પાંખ વિના, મુખ વિના નારી

✍Kabir Saheb🎤જેરામદાસ બાપુ
♡ Save
જ્ઞાની ધ્યાની સંતો જુઓને વિચારી,
આંખ વિના, પાંખ વિના, મુખ વિના નારી જી. (ટેક)

અંગડાનિ ઉજળી મુખડાની મીઠી,
ઇન્દ્રની સભામાં અમે રમતા દીઠી. આંખ...

ઊંડો રે કૂવો સંતો પાંચ પનિયારી,
સર્વે પાણીડાં ભારે ન્યારી ન્યારી. આંખ...

કાયા રે નગરમાં ધોબણ રાણી,
કપડાં ધૂવે સાબુ વિના પાણી. આંખ...

આ રે કાયામાં ઘાંચણ રાણી,
તલડાં પીલે વિના બળદ ઘાણી. આંખ...

કહત 'કબીર' સૂનો ભોઈ સાધો,
માતા કુંવારી એનો પિતા બ્રહ્મચારી. આંખ...
Media

Related Lyrics

દિલ કેરા દાગ મિટા દે મેરે ભાઈ

(કંથડનાથ / ગંગેવદાસ)

भोले तेरी जटा से बहती है गंग धारा

બ્રહ્માનંદ

जिसको नही है बोध तो, गुरु ज्ञान क्या करे

બ્રહ્માનંદ

मुसाफिर जागते रहना, नगर में चोर आते है

બ્રહ્માનંદ