સૌરાષ્ટ્રની ભુમીમાં ગિરનાર,શેત્રુંજ્ય,બરડો,આલેચ,ઠાંગો,ચોટીલા,માંડવધાર વગેરે ડુંગરો આવેલા છે.
“જુનાણો ગઢ ગિરનાર વાદળ થી વાતુ કરે
મરતા રા’ખેંગાર ,ખરેડીને ખાંગો કા ના થીયો”
જુનોજોગીગીરનારએતોદુનિયામાંપ્રખીયાત ,
વેલાગાજેવલોણાઆવેગોકુલનીઅણસાર.
આ મલકની ડુંગરધારો,ધરા,ધૂના,ટીંબા કે વાવ પણ કથાઓ કહી જાય છે.
આ ભુમીની ડુંગરધારો જેવીકે લોધીકા અને પીપળિયા વચ્ચે પાડાધાર આવેલી છે,ચોટીલા પાસે એક ડુંગરધારને પોઠિયાધાર કહે છે.બરડાની ડુંગરમાળને ભતવારીયો કહે છે.કનડાના ડુંગર ,કુંડલા પાસે પલણીયો ડુંગરધાર છે,ખાંભાના ઇંગોરાળા પાસે ડુંગરનુ નામ પાનાળો છે.
આ સિવાય મામાની ધાર,ખોડીયાર ધાર,આડીધાર,પડથારો વગેરે..
કચ્છ ના ડુંગરોઃકારો,ગારો,ખડીયો,નીલવો,ધીણોધર,જારો,વારાળ,હબાય,જૂટણ,કિરો.
ધીણોધરઃ”ધીંગો ધોરમનાથ ,ધીણોધર ધાબે વિઠો,
સામિડે જો સાથ,કામણ કચ્છ મેં ડિઠો.”
આ ડુંગરોઅને ધારો પાસે થી વહેતા વોંકળાના નામ પણ રળિયામણા છેઃ આકરિયો,માંઝો,ખરેડો,રાજપરો,માણેકિયો
તો વાવ ના નામઃ ભાણવાવ,વિક્યાવાવ,સૂજાવાવ
ધૂના તથા ધરા ના નામ તો કે’ખારીયો,નયડ,મોરો,કોબલી,ગોદડીયો,ગાંગડીયો
કડક ધરતી જહાં ખડકની આકરી,
ડુંગરા ડુંગરી ને કરાડો,
ગીર ગોરંભતી ગાંડી જ્યા નેસમાં,
ખળકતી દુધની પીયુષ ઝરણી,
ભારતી ભોમની વંદું તનયા વડી,
ધન્ય હો! ધન્ય સૌરાષ્ટ્ર ધરણી.