LexicVerse
Lagan Geet

આજ મારે ભર્યા સરોવર છલ્યા રે આનંદભર્યા... (અમે ઇડરિયો ગઢ જીતી આવ્યા રે) .. (નવ વધુ ના આગમન)

♡ Save

આજ મારે ભર્યાં સરોવર છલ્યાં રે આનંદભર્યાં
આજ મારે માડીના જીગરભાઈ પરણ્યા રે આનંદભર્યાં

આજ મારે પરણીને જીગરભાઈ પધાર્યા રે આનંદભર્યાં
આજ અમે લાખ ખરચીને લાડી લાવ્યાં રે આનંદભર્યાં

આજ અમે ઈડરિયો ગઢ જીતી આવ્યાં રે આનંદભર્યાં
આજ અમે લાખેણી લાડી લઈ આવ્યાં રે આનંદભર્યાં

આજ અમારે હૈયે હરખ ન માય આવ્યાં રે આનંદભર્યાં
આજ મારે ભર્યાં સરોવર છલ્યાં રે આનંદભર્યાં

Related Lyrics

છોડી કે દાડાનુ પૈણું પૈણું કરતિ તિ ... (સાંજી માં ગવાતું ગીત)

વરરાજા ને પોખવા ને સાસુ આવે રે... (વરરાજા ને પાખતી વખતનું ગીત)

ગોર લટપટીયા .. (માંડવા માં ગવાતું ફટાણું)

આજ વગડાવો વગડાવો રૂડા શરણાયુ ને ઢોલ ... (જાન માં ગવાતું ગીત)