LexicVerse
Lagan Geet

ગોર લટપટીયા .. (માંડવા માં ગવાતું ફટાણું)

♡ Save

 માંડવામાં ગાવાનું ફટાણું 

ગોર     કરોને      ઉકેલ    ગોર લટપટિયા
મારે    છેટાંની   છે   જાન  ગોર લટપટિયા
મારે   થાય     છે   અહૂર  ગોર લટપટિયા

ગોરને  હાંડા  જેવડું  માથું   ગોર લટપટિયા
ગોરને નળિયા જેવડું નાક   ગોર લટપટિયા

ગોરને કોડાં  જેવડી આંખ્યું  ગોર લટપટિયા
ગોરને કોડિયાં જેવડા  કાન  ગોર લટપટિયા

ગોરને  સૂપડાં  જેવા  હોઠ   ગોર લટપટિયા
ગોરને ફળિયા જેવડી  ફાંદ  ગોર લટપટિયા

ગોર     કરોને      ઉકેલ    ગોર લટપટિયા
મારે    છેટાંની   છે   જાન  ગોર લટપટિયા
મારે   થાય     છે   અહૂર  ગોર લટપટિયા

Related Lyrics

છોડી કે દાડાનુ પૈણું પૈણું કરતિ તિ ... (સાંજી માં ગવાતું ગીત)

વરરાજા ને પોખવા ને સાસુ આવે રે... (વરરાજા ને પાખતી વખતનું ગીત)

આજ વગડાવો વગડાવો રૂડા શરણાયુ ને ઢોલ ... (જાન માં ગવાતું ગીત)

વોરો રે દાદા ચુંદડી ... (મંડપ માં ગવાતું ગીત)