LexicVerse
Lagan Geet

આજ વગડાવો વગડાવો રૂડા શરણાયુ ને ઢોલ ... (જાન માં ગવાતું ગીત)

♡ Save

આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ
હે શરણાયું ને ઢોલ નગારા  શરણાયું ને ઢોલ 

આજ અજવાળી અજવાળી રૂડી રાતડી રે 
સખી  રઢિયાળી રઢિયાળી કહો વાતડી રે 
મને આંખડીમાં દીધાં ખુલ્લા જન્મોનાં કોડ 
વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ… આજ o

આજ નાચે રે ઉમંગ અંગ અંગમાં રે 
હું કે ‘દી રંગાણી એના રંગમાં રે  
હું તો બંધાણી સખી એની નજર્યું ને દોર  
વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ… આજ o

Related Lyrics

છોડી કે દાડાનુ પૈણું પૈણું કરતિ તિ ... (સાંજી માં ગવાતું ગીત)

વરરાજા ને પોખવા ને સાસુ આવે રે... (વરરાજા ને પાખતી વખતનું ગીત)

ગોર લટપટીયા .. (માંડવા માં ગવાતું ફટાણું)

વોરો રે દાદા ચુંદડી ... (મંડપ માં ગવાતું ગીત)