LexicVerse
Lagan Geet

એક ઉચો તે વર ના જોશો રે દાદા ... (સાંજી માં ગવાતું ગીત)

♡ Save

 સાંજીનું ગીત 

એક તે  રાજને  દ્વારે  રમંતા બેનીબા   દાદે તે  હસીને બોલાવિયાં

કાં કાં રે  દીકરી તમારી દેહ જ દુબળી   આંખલડી  રે જળે તે ભરી
નથી નથી દાદા મારી દેહ જ દુબળી  નથી રે આંખલડી જળે ભરી

એક ઊંચો તે વર ના જોશો રે દાદા   ઊંચો તો નિત્ય નેવાં ભાંગશે
એક નીચો તે વર ના જોશો રે દાદા   નીચો તો  નિત્ય ઠેબે આવશે

એક ધોળો તે વર ના જોશો રે દાદા    ધોળો  તે  આપ  વખાણશે
એક કાળો તે વર ના જોશો  રે દાદા    કાળો  તે  કુટુમ્બ લજાવશે

એક કેડે પાતળિયો ને  મુખે રે શામળિયો                             
                                           
તે મારી  સૈયરે  વખાણિયો
એક પાણી ભરતી તે પાણીઆરીએ વખાણ્યો                       
                                   
ભલો તે વખાણ્યો  મારી ભાભીએ

Related Lyrics

છોડી કે દાડાનુ પૈણું પૈણું કરતિ તિ ... (સાંજી માં ગવાતું ગીત)

વરરાજા ને પોખવા ને સાસુ આવે રે... (વરરાજા ને પાખતી વખતનું ગીત)

ગોર લટપટીયા .. (માંડવા માં ગવાતું ફટાણું)

આજ વગડાવો વગડાવો રૂડા શરણાયુ ને ઢોલ ... (જાન માં ગવાતું ગીત)