LexicVerse
Lagan Geet

ગણેશ પાટ બેસાડીયે ... (સાંજી માં ગવાતું ગણેશ ગીત)

♡ Save

 સાંજી નું ગીત 

ગણેશ પાટ બેસાડીએ વા'લા નીપજે પકવાન
સગા સંબંધીને તેડીએ જો પૂજ્યા હોય મોરાર

જેને તે આંગણ પીપળો તેનો ધન્ય ધન્ય અવતાર
સાંજ સવારે પૂજીએ જો પૂજ્યા હોય મોરાર

જેને તે આંગણ ગાવડી તેનો ધન્ય ધન્ય અવતાર
સાંજ સવારે દોણું મળે જો પૂજ્યા હોય મોરાર

જેને તે પેટે દીકરી તેનો ધન્ય થયો અવતાર
સાચવેલ ધન વાપરે જો પૂજ્યા હોય મોરાર

જેને તે પેટે દીકરો તેનો ધન્ય થયો અવતાર
વહુવારુ પાયે પડે જો પૂજ્યા હોય મોરાર

રાતો ચૂડો તે રંગભર્યો ને કોરો તે કમખો હાર
ઘરચોળે ઘડ ભાંગીએ જો પૂજ્યા હોય મોરાર

કાંઠા તે ઘઉંની રોટલી માંહે ઢાળિયો કંસાર
ભેગા બેસી ભોજન કરે જો પૂજ્યા હોય મોરાર

ગણેશ પાટ બેસાડીએ ભલા નીપજે પકવાન
સગા સંબંધીને તેડીએ જો પૂજ્યા હોય મોરાર

Related Lyrics

છોડી કે દાડાનુ પૈણું પૈણું કરતિ તિ ... (સાંજી માં ગવાતું ગીત)

વરરાજા ને પોખવા ને સાસુ આવે રે... (વરરાજા ને પાખતી વખતનું ગીત)

ગોર લટપટીયા .. (માંડવા માં ગવાતું ફટાણું)

આજ વગડાવો વગડાવો રૂડા શરણાયુ ને ઢોલ ... (જાન માં ગવાતું ગીત)