LexicVerse
Lagan Geet

ઘરમાં નોતી ખાંડ ત્યારે શીદ તેડી તિ જાન ... (મંડપ માં ગવાતું ફટાણું)

♡ Save

 માંડવા માં ગવાતું ફટાણું 

ઘરમાં નો’તી ખાંડ ત્યારે શીદ તેડી’તી જાન 
મારા નવલા વેવાઈ

ઘરમાં નો’તી ખારેક ત્યારે શીદ તેડ્યા’તા પારેખ 
મારા નવલા વેવાઈ

ઘરમાં નો’તી ગાગર ત્યારે શીદ તેડ્યા’તા નાગર 
મારા નવલા વેવાઈ

ઘરમાં નો’તી જાજમ ત્યારે શીદને તેડ્યું’તું મા'જન 
મારા નવલા વેવાઈ

ઘરમાં નો’તી સોપારી ત્યારે શીદ તેડ્યા’તા વેપારી 
મારા નવલા વેવાઈ

ઘરમાં નો’તા લોટા ત્યારે શીદ તેડ્યા’તા મોટા 
મારા નવલા વેવાઈ

ઘરમાં નો’તા લાડવા ત્યારે શીદ તેડ્યા’તા જમવા 
મારા નવલા વેવાઈ

ઘરમાં નો’તા દીવા ત્યારે શીદ માંડ્યા’તા વીવા 
મારા નવલા વેવાઈ

ઘરમાં નો'તું મીઠું ત્યારે શીદ બોલ્યા'તા જુઠું 
મારા નવલા વેવાઈ

Related Lyrics

છોડી કે દાડાનુ પૈણું પૈણું કરતિ તિ ... (સાંજી માં ગવાતું ગીત)

વરરાજા ને પોખવા ને સાસુ આવે રે... (વરરાજા ને પાખતી વખતનું ગીત)

ગોર લટપટીયા .. (માંડવા માં ગવાતું ફટાણું)

આજ વગડાવો વગડાવો રૂડા શરણાયુ ને ઢોલ ... (જાન માં ગવાતું ગીત)