LexicVerse
Lagan Geet

બેની તમે હેઠા રે બેસીને શણગાર સજો રે ...(જાન પોહચે ત્યારે)

♡ Save

બેની તમે હેઠાંરે બેસીને શણગાર સજો રે   

સુહાગણ બેની ઘોડલે ચડીને જમાઈરાજ આવીયા 
બેની તારા સાસુને સસરા આવીયા 
સાથે સાડી ને સેલાં લાવીયા 
બેની તમે ઘરચોળા પહેરીને શણગાર સજો રે   
                       સુહાગણ બેની   
બેની તારા જેઠ જેઠાણી આવીયા 
સાથે હારલો ને હાંસડી લાવીયા 
બેની તમે વરમાળા પહેરીને શણગાર સજો રે   
                       સુહાગણ બેની   
બેની તારા નણંદ   નણદોઈ આવીયા 
સાથે ચૂડલોને બંગડી લાવીયા 
બેની તમે મીંઢોળ બાંધીને શણગાર સજો રે   
                      સુહાગણ બેની   

Related Lyrics

છોડી કે દાડાનુ પૈણું પૈણું કરતિ તિ ... (સાંજી માં ગવાતું ગીત)

વરરાજા ને પોખવા ને સાસુ આવે રે... (વરરાજા ને પાખતી વખતનું ગીત)

ગોર લટપટીયા .. (માંડવા માં ગવાતું ફટાણું)

આજ વગડાવો વગડાવો રૂડા શરણાયુ ને ઢોલ ... (જાન માં ગવાતું ગીત)