LexicVerse
Lagan Geet

માંગરોળ ગામ ને ગોંદરે બે નારિયેળી... (સાંજી માં ગવાતું ગીત)

♡ Save

બે નાળિયેરી

 સાંજીનું ગીત 

માંગરોળ   ગામને   ગોંદરે   બે  નાળિયેરી
ત્યાં   રૂડી  બજાર  ભરાય   બે  નાળિયેરી

શેઠ છગનભાઈ  સેલાં સાટવે  બે નાળિયેરી
ગોરા મારે  સવિતાવહુને કાજ  બે નાળિયેરી

ઓઢો   સવિતાવહુ   પાતળાં  બે નાળિયેરી
હાલો  ચાલો માંડવડાં  વચાળ બે નાળિયેરી

મારા મગનભાઈ સાડી સાટવે  બે નાળિયેરી
ગોરા મારે કવિતાભાભીને કાજ બે નાળિયેરી

ઓઢો  કવિતાભાભી  પાતળાં  બે નાળિયેરી
હાલો ચાલો માંડવડાં  વચાળ  બે નાળિયેરી

Related Lyrics

છોડી કે દાડાનુ પૈણું પૈણું કરતિ તિ ... (સાંજી માં ગવાતું ગીત)

વરરાજા ને પોખવા ને સાસુ આવે રે... (વરરાજા ને પાખતી વખતનું ગીત)

ગોર લટપટીયા .. (માંડવા માં ગવાતું ફટાણું)

આજ વગડાવો વગડાવો રૂડા શરણાયુ ને ઢોલ ... (જાન માં ગવાતું ગીત)