વરરાજા ને પોખવા કાજે સાસુ ઉંબરે જાય (શ્રી લોટા ની થાળી) ... (વરરાજા ને પોખતી વખતે ગવાતું ગીત)
વરરાજાને પોંખવા કાજે સાસુ ઉંબરે જાય
શ્રીલોટાની થાળી કરમાંજળ ભરી છલકાય
પેલે પોંખણે રવાયે પોંખે છે એવા રવાયે કોણ કોણ સાહે છે
પેલે પોંખણે વરરાજાની ભ્રમર ફરકાય
શ્રી લોટાની થાળી
બીજે પોંખણે ઘોંસરીએ પોંખે છે એવી ઘોંસરીએ દોર સાહે છે
બીજે પોંખણે વરરાજાનું મુખડું મલકાય
શ્રી લોટાની થાળી
ત્રીજુ પોંખણુ તરાકે પોંખે છે એવી તરાકે રેંટિયો સાહે છે
ત્રીજે પોંખણે વરરાજાનો સાફો ઝળહળે છે
શ્રી લોટાની થાળી
ચોથે પોંખણે પીંડીએ સાહે છે એવી પીંડીએ હાથ સાહે છે
નાક તાણીને પીંડી ઉતારી ચારે દિશા ફેંકાય
શ્રી લોટાની થાળી