LexicVerse
Ghazal

ભલે રૂઠી ગયા—નઝર ગફૂરી

✍નઝર ગફૂરી
♡ Save
અમારી આપને દરકાર તો છે
ખુદાનો શુક્ર થોડો પ્યાર તો છે
 
ભલે વરસાદ વરસે છે નયન થી
વિરહની આગનો ઉપચાર તો છે
 
પછી શાને પ્રસારું હાથ બીજે
નજરની સામે તાર દ્વાર તો છે
  
ભલે રૂઠી ગયા છે યાર કિંતુ
સલામત પ્રેમનો વ્યહવાર તો છે
  
દયા દ્ર્ષ્ટિ તમારી છે નઝર પર
તમારો એટલો ઉપકાર તો છે

Related Lyrics

दर्द-ए- दिल अपना सुना कर मुझे क्या लेना है

બે ડગલાં આગળ છે

Nazir Dekhaiya

ન અણધાર્યું કરી બેસે!

Nazir Dekhaiya

છેલ્લી ઘડી

Nazir Dekhaiya