LexicVerse
Ghazal

છેલ્લી ઘડી

✍Nazir Dekhaiya
♡ Save
છઈયે હયાત આજ તો લૂંટો બહાર જેમ!
કાલે તો અમે થઈ જશું સૂની બજાર જેમ.

હાર્યા તો દ્રૌપદીની રીતે હોડમાં મૂક્યા
લોકોએ લીધો લાભ અમારો જુગાર જેમ

ઈર્ષાળુની આંખો મહીં ધૂળ નાખતા જશું,
આવીશું હવા જેમ ને જાશું ગુબાર જેમ.

એકલપણું ન લાગવા દીધું છે ઈશને,
પડખે ઊભો રહ્યો છું હું એકે હજાર જેમ.

સારો અગર નઠારો ગણો,મરજી આપની,
કલ્પી શકો છો મુજને તમારા વિચાર જેમ.

પાસે તમે હતાં તો જગતમાં બધું હતું,
સંસાર આજ લાગ્યાકરે છે અસાર જેમ.

બેહદ હું થાઉં તો ય તું નારાજ થાય ના,
તારા સિવાય કોણ મને ચાહે પ્યાર જેમ?

’નાઝિર’!જીવનના છેલ્લા શ્વાસે ધન્ય થઈ ગયો
આવીને કોણ સ્પર્શ્યું આ પરવરદિગાર જેમ?

Related Lyrics

दर्द-ए- दिल अपना सुना कर मुझे क्या लेना है

બે ડગલાં આગળ છે

Nazir Dekhaiya

ન અણધાર્યું કરી બેસે!

Nazir Dekhaiya

મીટ માંડે છે

Nazir Dekhaiya