LexicVerse
Garba

તું કાળી ને કલ્યાણી રે મા

♡ Save
તું કાળી ને કલ્યાણી રે મા 
જ્યાં જોઉં ત્યાં જોગમાયા 
તું ચારે યુગમાં ગવાણી રે મા 
જ્યાં જોઉં ત્યાં જોગમાયા 
તને પહેલાં તે યુગમાં જાણી રે મા 
જ્યાં જોઉં ત્યાં જોગમાયા 
તું શંકરની પટરાણી રે મા 
જ્યાં જોઉં ત્યાં જોગમાયા 
તું ભસ્માસુર હરનારી રે મા 
જ્યાં જોઉં ત્યાં જોગમાયા  
તને બીજા તે યુગમાં જાણી રે મા 
જ્યાં જોઉં ત્યાં જોગમાયા  
તું હરિશ્ચંદ્ર ઘરે પટરાણી રે મા 
જ્યાં જોઉં ત્યાં જોગમાયા 
તને ત્રીજા તે યુગમાં જાણી રે મા 
જ્યાં જોઉં ત્યાં જોગમાયા  
તું રામચંદ્ર ઘેર પટરાણી રે મા 
જ્યાં જોઉં ત્યાં જોગમાયા  
તું રાવણને રોળનારી રે મા 
જ્યાં જોઉં ત્યાં જોગમાયા  
તને ચોથા તે યુગમાં જાણી રે મા 
જ્યાં જોઉં ત્યાં જોગમાયા  
તું પાંડવ ઘેર પટરાણી રે મા 
જ્યાં જોઉં ત્યાં જોગમાયા  
તું કૌરવકુળ હણનારી રે મા 
જ્યાં જોઉં ત્યાં જોગમાયા  
તું કાળી ને કલ્યાણી રે મા 
જ્યાં જોઉં ત્યાં જોગમાયા 
Tu Tu Kali Ne Kalyani Ho Maa Lyrics
Navratri Garba

Related Lyrics

આદ્ય શક્તિ તુજને નમુ રે બહુચરા ગણપત લાગુ પાય

માં તારો ગરબો ઝાકમઝોળ

અદકા અજવાળા એની આંખમાં રે લોલ

આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તું જો રાધા ને શ્યામ મળી જાશે