LexicVerse
Garba

આદ્ય શક્તિ તુજને નમુ રે બહુચરા ગણપત લાગુ પાય

♡ Save
આદ્ય શક્તિ તુજને નમુ રે બહુચરા ગણપત લાગુ પાય
દીન જાણીને દયા કરો બહુચરા મુખે માંગુ તે થાય
આદ્યશક્તિ તુજને નમુ.........

વાણી આપોને પરમેશ્વરી રે બહુચરા ગુણ તમારા ગવાય
ચોસઠ બેની મળી સામટી રે બહુચરા માનસરોવર જવાય
આદ્યશક્તિ તુજને નમુ.........…

સર્વે મળી કીધી સ્થાપના રે બહુચરા ધરાવ્યો બહુચર નામ
સામસામા બે ઓરડા રે બહુચરા સોનુ ખડે સો નાર
આદ્યશક્તિ તુજને નમુ........

શુંભ નિશુંભને હાથે હણ્યા બહુચરા બીજા અનેક અસુર
રક્તબીજને તમે મારીયા રે બહુચરા રક્ત ચલાવ્યા પુર
આદ્યશક્તિ તુજને નમુ........

જોવા તે મરઘા બોલાવીયા રે બહુચરા દેત્ય તણા પેટમાંય
ખડી માથે ખોડા કર્યો રે બહુચરા સ્ત્રી માથે પુરુષ
આદ્યશક્તિ તુજને નમુ........…

હૈયુ નથી જોને હાલતુ યે બહુચરા કઠણ આવ્યો કાળ
ધરમ ગયો ધરણી ધસી રે બહુચરા પુણ્ય ગયું પાતાળ
કર જોડીને વિનવું રે બહુચરા વલ્લભ તારો દાસ
ચરણ પખાળી તુજને નમુ રે બહુચરા કરજો પુરી આશ
આદ્યશક્તિ તુજને નમુ.........

Related Lyrics

તું કાળી ને કલ્યાણી રે મા

માં તારો ગરબો ઝાકમઝોળ

અદકા અજવાળા એની આંખમાં રે લોલ

આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તું જો રાધા ને શ્યામ મળી જાશે