LexicVerse
Garba

અદકા અજવાળા એની આંખમાં રે લોલ

♡ Save

પ્રભુએ બંધાવ્યું મારુ પારણું રે લોલ 
પારણીયે ઝૂલે ઝીણી જ્યોત રે 
અદકા અજવાળા એની આંખમાં રે લોલ 
નભથી પધારી મારી તારલી રે લોલ 
અંગે તે વ્હાલ ઓતપ્રોત રે 
અદકા અજવાળા એની આંખમાં રે લોલ 
લેજો રે લોક એનાં વારણા રે લોલ 
પુત્રી તો આપણી પુનાઈ રે 
અદકા અજવાળા એની આંખમાં રે લોલ 
ઓસરિયે  આંગણિયે  ચોકમાં રે લોલ 
વેણીના ફૂલની વધાઈ રે 
અદકા અજવાળા એની આંખમાં રે લોલ 
ગૌરીનાં ગીતની એ ગુલછડી રે લોલ 
દુર્ગાના કંઠનો હુંકાર રે 
અદકા અજવાળા એની આંખમાં રે લોલ 
બાપુની ઢાલ બને દિકરો રે લોલ 
કન્યા તો તેજની કટાર રે 
અદકા અજવાળા એની આંખમાં રે લોલ 
ઉગમણે પ્હોર રતન આંખનું રે લોલ 
આથમણી સાંજે અજવાસ રે 
અદકા અજવાળા એની આંખમાં રે લોલ 

Related Lyrics

આદ્ય શક્તિ તુજને નમુ રે બહુચરા ગણપત લાગુ પાય

તું કાળી ને કલ્યાણી રે મા

માં તારો ગરબો ઝાકમઝોળ

આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તું જો રાધા ને શ્યામ મળી જાશે