LexicVerse
Garba

અંબામાના ઉંચા મંદિર નીચા મોલ

♡ Save

અંબા માના ઊંચા મંદિર નીચા મોલ 
ઝરૂખડે દીવા બળે રે લોલ 
અંબા માના ગોખ ગબ્બર અનમોલ 
કે શિખરે શોભા ઘણી રે લોલ

આવી આવી નવરાત્રીની રાત રે 
બાળ સૌ રાસ રમે રે લોલ 
અંબે માં ગરબે રમવા આવો કે  
બાળ તારા વિનવે રે લોલ 

અંબા માંને શોભે છે શણગાર કે 
પગલે કંકુ ઝરે રે લોલ 
રાંદલ રાસે રમવા આવો કે  
મુખડે ફૂલડાં ઝરે રે લોલ 

બહુચર ગરબે રમવા આવો કે  
આંખમાં અમી ઝરે રે લોલ 
માં તારું દિવ્ય અનુપમ તેજ કે 
જોઈ મારી આંખ ઠરે રે લોલ 

ગરબો બાળ તારો ગવરાવે કે 
આશા મારી પૂરજો રે લોલ   

Related Lyrics

આદ્ય શક્તિ તુજને નમુ રે બહુચરા ગણપત લાગુ પાય

તું કાળી ને કલ્યાણી રે મા

માં તારો ગરબો ઝાકમઝોળ

અદકા અજવાળા એની આંખમાં રે લોલ