LexicVerse
Garba

અમે મણિયારા રે ગોકુળ ગામના

♡ Save

અમે મૈયારા રે ગોકુળ ગામ ના 
મારે મૈ વેચાવાને જાવા     મૈયારા રે

મથુરા ને વાતે મૈ વેચવાને જાવા
નટખટ  નંદ કિશોર માંગે છે દાણલા
મારે દાણ દેવા ને લેવા     મૈયારા રે

માવડી  જશોદાજી કાનજી ને વારો 
દુખડા દિયે હાજર નંદજી નો લાલો 
મારે દુખ સહેવાને કેવા     મૈયારા રે

જમાના ને તીરે  કાન વાંસળી વગાડતો 
ભુલાવે સાન ભાન ઊંઘ થી જગાડતો 
મારે જાગી જોવા ને જાવા     મૈયારા રે


નરસીનો નંદ કિશોર નાનકડો કાનજી 
ઉતારે આશ ભાવે ભવના એ ભાર થી 
નિર્મળ હૈયા ની વાત કેવા      મૈયારા રે

           

અમે મૈયારાં રે… ગોકુળ ગામનાં
મારે મહી વેચવાને જાવાં
મૈયારાં રે… ગોકુળ ગામનાં…

મથુરાની વાટ મહીં વેચવાને નીસરી
નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી
હે… મારે દાણ દેવાં  નહિ લેવાં
મૈયારાં રે… ગોકુળ ગામનાં…

યમુનાને તીર વા’લો વાંસળી વગાડતો
ભૂલાવી ભાનસાન ઉંઘતી જગાડતો
હે… મારે જાગી જોવું ને જાવું
મૈયારાં રે… ગોકુળ ગામનાં…

માવડી જશોદાજી કાનજીને વાળો
દુ ખડા હજાર દિએ નંદજીનો લાલો
હે… મારે દુ ખ સહેવાં  નહિ કહેવાં
મૈયારાં રે… ગોકુળ ગામનાં…

નરસિંહનો નંદકિશોર નાનકડો કાનજી
ઉતારે આતમથી ભવ ભવનો ભાર જી
નિર્મળ હૈયાની વાત કહેવાં
મૈયારાં રે… ગોકુળ ગામનાં…

અમે મૈયારાં રે… ગોકુળ ગામનાં
મારે મહી વેચવાને જાવાં
મૈયારાં રે… ગોકુળ ગામનાં…

Related Lyrics

આદ્ય શક્તિ તુજને નમુ રે બહુચરા ગણપત લાગુ પાય

તું કાળી ને કલ્યાણી રે મા

માં તારો ગરબો ઝાકમઝોળ

અદકા અજવાળા એની આંખમાં રે લોલ