LexicVerse
Garba

આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે

♡ Save

આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે 
આ સરવરજળ તે કાનજી ને પોયણી તે રાધા રે 
આ નભ ઝૂક્યું તે કાનજી…
આ બાગ ખીલ્યો તે કાનજી ને લ્હેરી જતી તે રાધા રે 
આ પરવત શિખર કાનજી ને કેડી ચડે તે રાધા રે 
આ નભ ઝૂક્યું તે કાનજી…
આ ચાલ્યાં ચરણ તે કાનજી પગલી પડે તે તે રાધા રે 
આ કેશ ગૂંથ્યા તે કાનજી ને સેંથી પૂરી તે રાધા રે 
આ નભ ઝૂક્યું તે કાનજી…
આ દીપ જલે તે કાનજી ને આરતી તે રાધા રે 
આ લોચન મારાં કાનજી ને નજરું જુએ તે રાધા રે  
આ નભ ઝૂક્યું તે કાનજી…

Related Lyrics

આદ્ય શક્તિ તુજને નમુ રે બહુચરા ગણપત લાગુ પાય

તું કાળી ને કલ્યાણી રે મા

માં તારો ગરબો ઝાકમઝોળ

અદકા અજવાળા એની આંખમાં રે લોલ