LexicVerse
Garba

આઘા રહો ને સૌ છેટા રહો ને સૌ અંબા બહુચર ને રમવા દ્યો

♡ Save

આઘા રહો ને સહુ છેટા રહો  અંબા બહુચરને રમવા દ્યો 
ચાચરના ચોકમાં ઘૂમવા દ્યો  અંબા બહુચરને રમવા દ્યો…
મોટેરો ગરબો અંબાના શીરે  નાનેરો ગરબો બહુચરને શીરે 
ચાચરના ચોકમાં ઘૂમવા દ્યો  અંબા બહુચરને રમવા દ્યો…
અંબાના પગમાં જાંજરીયા જમકે  બહુચરનાં પગમાં ઘુઘરિયા ઘમકે 
ચાચરના ચોકમાં ઘૂમવા દ્યો  અંબા બહુચરને રમવા દ્યો…
અંબાની ચૂંદડીમાં ચાંદલિયા ચમકે  બહુચરની ચૂંદડીમાં તારલિયા ટમકે 
ચાચરના ચોકમાં ઘૂમવા દ્યો  અંબા બહુચરને રમવા દ્યો…
મોટેરા અંબા લાગે સોહામણાં  નાનેરા બહુચર લાગે રળિયામણા 
ચાચરના ચોકમાં ઘૂમવા દ્યો  અંબા બહુચરને રમવા દ્યો…
સખી સાહેલી રમવાને આવતી  ગરબા ગાતીને કુમકુમ વરસાવતી 
ચાચરના ચોકમાં ઘૂમવા દ્યો  અંબા બહુચરને રમવા દ્યો…

Related Lyrics

આદ્ય શક્તિ તુજને નમુ રે બહુચરા ગણપત લાગુ પાય

તું કાળી ને કલ્યાણી રે મા

માં તારો ગરબો ઝાકમઝોળ

અદકા અજવાળા એની આંખમાં રે લોલ