LexicVerse
Garba

આજ માનો ગરબો ઘૂમતો જાય

♡ Save

ગરબો ઘુમતો જાય   આજ માં નો ગરબો ઘુમતો જાય 
ઘુમતો ઘુમતો જાય આજ માં નો ગરબો ઘુમતો જાય 
પહેલે તે ગરબે અંબે માં નિસર્યા  
લળી  લળી  ગરબા ગાય આજ માં નો  ગરબો   

બીજે તે ગરબે બહુચર માં નિસર્યા  
સાથે છે સખીઓ નો સાથ આજ માં નો  ગરબો   

ત્રણ ભુવન માં ગરબા ને જોતા   
દેવો હૈયે હરખાય   આજ માં નો  ગરબો   

ગરબા ને જોતા બાળકડા આજે  
ગાંડા ઘેલા થાય જાય આજ માં નો  ગરબો   

ગરબા ને દીવડે સુરજ ને ચંદ્ર 
અંબે માં ફરી ફરી ગાય   આજ માં નો  ગરબો   

"કેશવ ભવાની " માં દ્વારે પધાર્યા 
'અભાગી' ગુણલા ગાય  આજ માં નો  ગરબો   

ગરબો ઘુમતો જાય   આજ માં નો ગરબો ઘુમતો જાય 
 કર્તા  શ્રી આચાર્ય ભગવતી પ્રસાદ 

Related Lyrics

આદ્ય શક્તિ તુજને નમુ રે બહુચરા ગણપત લાગુ પાય

તું કાળી ને કલ્યાણી રે મા

માં તારો ગરબો ઝાકમઝોળ

અદકા અજવાળા એની આંખમાં રે લોલ