LexicVerse
Garba

આજ રમો આનંદથી રે

♡ Save

આજ રમો આનંદથી  રે 
આવ્યા આરાશુરી ધામ મારી અંબિકા 

પૂજો પ્રેમે પરમેશ્વરી રે  
મોતીએ પુરાવો ચોક  મારી અંબિકા 
વેગે વધવ ગોખ  મારી અંબિકા 
આજ રમો આનંદથી  રે 

કુમકુમ કેશર અંગમાં રે  
કાંઠે કુસુમના હાર  મારી અંબિકા 
સર્જ્યો સરસ શુર્નગર  મારી અંબિકા
આજ રમો આનંદથી  રે 

સુંદર સદી શોભતી રે 
આપે આભુષણ અંગ મારી અંબિકા 
નિર્મળ છે નવરંગ  મારી અંબિકા 
આજ રમો આનંદથી  રે 

કોટી સુરજના તેજ થી રે 
ચળકે છે આચાર માત  મારી અંબિકા   
પડતી ગગનમાં ભાત મારી અંબિકા 
આજ રમો આનંદથી  રે 

નવરંગ છે નવરાત્રીમાં રે 
રમે નવ દુર્ગા રંગ મારી અંબિકા 
આવે છે અંગ ઉમંગ  મારી અંબિકા 
આજ રમો આનંદથી  રે 

ભેટો ભવાની ના ધામ ને રે 
જાપો હ્રીદયે જગ્મત મારી અંબિકા  
કલિયુગમાં સાક્ષાત  મારી અંબિકા   
આજ રમો આનંદથી  રે 

ગબ્બર ગોખ બિરાજતા રે 
ગાજે ગગન જયકાર  મારી અંબિકા 
વાજિંત્ર નાદ અપાર  મારી અંબિકા 
આજ રમો આનંદથી  રે 

નર્મદ ભજતા ભક્તને રે 
માતા છે હાજરાહજૂર મારી અંબિકા 
માં મળે છે જરૂર  મારી અંબિકા 
આજ રમો આનંદથી  રે 

Related Lyrics

આદ્ય શક્તિ તુજને નમુ રે બહુચરા ગણપત લાગુ પાય

તું કાળી ને કલ્યાણી રે મા

માં તારો ગરબો ઝાકમઝોળ

અદકા અજવાળા એની આંખમાં રે લોલ