આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો
આતો મારા માજીના રથનો રણકાર
આવો લલકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો
આતો મારા માડીના રથ નો લલકાર એવો લલકાર
રૂમઝૂમતો નાચતો ને રણઝણતા નાચતો
ઝમકંતા ઝાંઝરનો ઝીણો ઝણકાર એવો ઝણકાર
ધીમો ધીમો ચાલતો ને મીઠો મીઠો લાગતો
ઘમકંતા ઘુઘરા નો ઘેરો ઘમકાર એવો ઘમકાર
ચાચર માં રાચતો ને ગબ્બરમાં ગાજતો
દિવ્ય દેવી તેજનો જ્યોતિ ઝબકાર એવો ઘમકાર
દર્શન માં મસ્ત આજ ‘માનો કલાપી કરે
કલરવ કરતાલ માં ‘મા’નો ટહુકાર એવો ટહુકાર
રથમાંથી માડી માં અમૃતને છાંટતી
મારી ‘મા’ અંબા નો જય જય જયકાર એવો જયકાર